ચકડોળે ચઢી છે આ જીંદગી,
એક નાનો અલ્પવિરામ માંગું છું.
આમતેમ લથડીયા ખાય છે જીંદગી,
એક નાનો અલ્પવિરામ માંગું છું.
રોજનીશી એ વ્યસ્ત કરી છે જીંદગી,
એક નાનો અલ્પવિરામ માંગું છું.
બહાર નિકળી જોવી છે જીંદગી,
એક નાનો અલ્પવિરામ માંગું છું.
ધરતીનો છેડો ઘર છે એ જીંદગી
એક નાનો અલ્પવિરામ માંગું છું.
લિ. Butter Boy