Gujarati Quote in Shayri by Mahendra Sharma

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તો તમે પતંગ રસિયા નથી"
ખિસ્સામાં ગુંદરપટ્ટી નથી
તો તમે પતંગ રસિયા નથી
હાથે સુરતી માંજાની ગંધ નથી
તો તમે પતંગ રસિયા નથી
પેચ લગાવવાની ઉતાવળ નથી
તો તમે પતંગ રસિયા નથી
પેટમાં થોડાક કિલો શેરડી નથી
તો તમે પતંગ રસિયા નથી
લૂંટાયેલી પતંગની બે ત્રણ કોડી નથી
તો તમે પતંગ રસિયા નથી
જુના કબાટમાં વધેલા ફટાકડા નથી
તો તમે પતંગ રસિયા નથી
પાડોશીનાં ધાબે બેસવા પાટલા નથી
તો તમે પતંગ રસિયા નથી
લાઉડ સ્પીકર પર ચાર બંગડી વાળી નથી
તો તમે પતંગ રસિયા નથી
વાસી ઉત્તરાયણની રજા નથી
તો તમે પતંગ રસિયા નથી..-મહેન્દ્ર શર્મા

Gujarati Shayri by Mahendra Sharma : 15570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now