ફળે છે ઇબાદત , ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને , ઉર્જા મળે છે
નથી જાતો મંદિર , મસ્જિદ ,ચર્ચમાં
મિત્રોનાં ઘરોમાં જ દેવતા મળે છે
ખસું છું હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં , શાતા મળે છે
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રનાં સપના મળે છે
ડૂબું છું આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાનાં મજબૂત તરાપા મળે છે
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે