રાતરાણી અને પારિજાતના ફૂલોથી ઘેરાયેલ હીંચકા
નીચે શિયાળાની રાત્રે
તારી સાથે અઢળક વાતો અને ગરમ કોફીની ચુસકીઓ.
રિસાયેલ ચહેરા પર સ્મિત લઈ આવવા મારા ખુલ્લા
કેશમાં એનું ગુલાબનું સરકાવી દેવું..
દીકરાની આંખોમાં સર્જાતાં પ્રત્યેક કુતૂહલની ચમક જોવી
ને ક્યાંક મારી આંગળીને હળવાશથી દબાવી દેતી હૂંફનો અકથ્ય રોમાંચ...
એની સાથે દોડવું, હસવું ,કૂદવું ,નાચવું ...ને ઢગલાબંધ ધીંગામસ્તી કરવી...
અમાસની રાતે અફાટ આકાશને મારી આંખોમાં બાંધી લેવાના ભરચક પ્રયાસ કરવા...
વાદળ સાથે નજરબંધી કરવી,પવન સાથે ઉડવું,
ચોમા