ગંગાજળ આપો ડહોળાયો છું,
પ્રેમમાં જ્યાં ત્યાં ઢસડાયો છું.
મારી આગળ પાછળ ફરું છું હું,
હું,હું છું કે મારો પડછાયો છું?
શિખરે પહોંચ્યો નથી સરળતાથી,
હું રસ્તામાં ખુબ જ પટકાયો છું.
આંસુ બનીને વહ્યો છું ધોધમાર,
હું જ મારા હાથથી લૂંછાયો છું.
કોણ જાણે કેમ નથી મળતો જવાબ,
હું મને અઢળક વાર પુછાયો છું.