"દિલ" કહે છે....
પેલી "અનોખી" રાહોમાં જઇને જોઇયે,
ચાલ એકવાર "પ્રિત"ના રસ્તે ચાલીને જોઇયે ...
કેમ સૌ કહે છે કે "મહોબ્બત" ગુનો છે?
ચાલ આપણે પણ એ "ગુનો" કરીને જોઇયે...
કેમ સૌ કહે છે કે "આગ નો દરીયો" છે?
ચાલને એ દરીયામાં "તરી"ને જોઇયે ...
શું નવું હશે એ "અનોખી" દુનિયામાં?
ચાલને આપણે પણ એમાં "જીવી"ને જોઇયે...
કેમ સૌ કહે છે કે મહોબ્બત "તડપાવે" છે?
ચાલને એ "ઝેરીલી અમૃત"ની પ્યાલી પી ને જોઇયે...
શું "વિચારે" છે આટલું ઓય "પાગલ"?
ચાલને એકવાર આ "પાગલપંતી" કરીને જોઇયે...