આવ્યું કોઈ આજે મને "મળવા"ને કાજ,
ના મળી શકયો એનું "દુ:ખ" છે...
પ્રથમવાર કોઇએ કર્યો મારી "ઇચ્છા"નો ખ્યાલ,
પુરી ના કરાવી શક્યો એનું "દુ:ખ" છે...
કર્યો કોઇએ મધુર "ટહૂકે" સાદ,
ન આપી શક્યો સામો "નાદ", એનું...
સમજી તો ગયા હશે એ "સમયની ચાલ",
પણ "કૂણું" હ્રદય "દુભાવાઇ" ગયું,એનું...
શું હતું,શું ન હતું એ પછીની વાત,
પાનખરમાં "વસંત"ને ના જાણી, એનું...
કોઈ "અનોખી પ્રિત" લઇને આવ્યું સામે,
બસ દિલથી "સ્વાગત" ના થયું, એનું...