જ્યારે મનુષ્યએ કોયલને પુછ્યું,
તું "કાળી" ના હોત, તો કેવી "સુંદર" હોત?
સમુદ્રને પુછ્યું,
તારું પાણી "ખારું" ના હોત, તો કેવું સારું હોત?
ગુલાબને પુછ્યું,
તારી સાથે "કાંટા" ના હોત તો કેવું સારું હોત?
ત્યારે ત્રણે સાથે જવાબ આપ્યો,
કે,હે મનુષ્ય તારામાં બીજાની "ખામીઓ" જોવાની "આદત" ના હોત તો કેવું સારું હોત?