તારા આપેલા દરેક ઘાવથી અતિશય પ્રેમ છે મને,
જેણે ડુબાડી કિનારે, તે નાવથી અતિશય પ્રેમ છે મને...
જિંદગી માની છે તને અને હજુય માનતી રહીશ...
ગમે તેવો હોય, તારા પ્રતિભાવથી અતિશય પ્રેમ છે મને...
મળ્યા, એકમેકના થયા, કોલ આપ્યા, વિખુટા પડ્યા,
કિસ્મતે રમેલા દરેક દાવથી અતિશય પ્રેમ છે મને...
ગેરહાજર રહીને પણ તું દર ક્ષણ સાથે જ છે મારી,
તારા પ્રેમના આ અમૂલ્ય પ્રભાવથી અતિશય પ્રેમ છે મને...
જુદા જેણે કર્યા, તે જ આપણું મિલન કરાવશે
પરમ કૃપાળુ ઈશ્વરના સ્વભાવથી અતિશય પ્રેમ છે મને...