કેવી રીતે વિસરી શકાય એ સ્નેહભરી યાદો, મારા મનમાં રહેલી એ સૌગાદો,
મીઠી મધુરી મારા દાદા ની વાતો...
શીખવે નીત-નવી સંસાર ની રીત-ભાતો,
જ્યારે યાદ આવે ત્યારે કરતો મુલાકાતો,
મીઠી મધુરી મારા દાદા ની વાતો...
જ્યારે હું ના મળું ત્યારે કરતા ફરીયાદો,
ભેટો થાય ત્યારે દૂર થતા સઘળા સંતાપો,
મીઠી મધુરી મારા દાદા ની વાતો...