નાસ્તિકની ડાયરી
એક લેખકનો વ્યક્તિગત અભિપ્રાય અને કામ ને અનુલક્ષીને અભિપ્રાય અલગ અલગ હોઇ શકે?
જેમ કે હુ પોતે નાસ્તિક છુ પણ હુ જે ન્યુઝપેપર કે મેગેઝીન માટે કામ કરુ છુ એ મને ભગવાનના ગુણગાન ગાતો આર્ટીકલ લખવાનુ કહે તો મારે લખવો જોઇએ કે નહિ?
મારો અભિપ્રાય છે "ના"
એનુ કારણ છે હુ જેને સત્ય નથી માનતો એના પર લખવુ એ પોતાની સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કહેવાય. એક લેખક તરીકે મારી ફરજ છે મારા વિચારોને લોકો સુધી પહોંચાડવા નહિ કે જે એ લોકો ઇચ્છે તે.