Gujarati Quote in Shayri by Heli

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લે આ મારી જાત ઑઢાડુ તને,
સાહેબા શી રીતે સંતાડુ તને!?,;
તુ ભલે દિલ માં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહિ પાડુ તને;
તું નહીં સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફુલ સુંઘાડુ તને...,;
કાઇ પણ બોલ્યા વગર જોયા કરૂં
મૌનની મસ્તી થી રંજાડુ તને;
તે નિકટથી ચંદ્ર જોયો છે કદી!???
આયનો લઈ આવ દેખાડું તને..
ઘર સુધી આવવાની જીદ ના કર
અરે ઘર નથી નહીંતર...
હું આવવાની ના પાડુ તને????

-ખલીલ ધનતેજવી

Gujarati Shayri by Heli : 11533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now