સવારે કોમળ હથેળી
પર
ગુલાબ મુકીને
કંઇક કહેવું છે.
 
આવું કેમ ચાલે, કહે ?
તારે
ભીંજાયને પણ
કોરું રહેવું છે !
 
સંબંધોની સાંકળ નથી ગમતી
હવે,
મુક્ત મને સાગરની
માફક વહેવું છે !
 
હારમાળાઓ રચાઈ ગઈ
વેદનાની
ચોતરફ સહ્યું છે ઘણું,
હજુયે ઘણું સહેવું છે !
 
તને પરિવર્તનો કદાચ લાગે,
પણ
આ મન હતું જ
જેવું એવું છે !
 
સમયના મલમથીયે ભરાતું નથી,
અંદર
અંદર થયેલું
આ જખ્મ કેવું છે ! 
 
- મનન બુદ્ધદેવ

Gujarati Shayri by Manan Buddhdev : 1124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now