Quotes by Manan Buddhdev in Bitesapp read free

Manan Buddhdev

Manan Buddhdev

@master.manan
(125)

એકલતાના વ્યોમે કોઈ ઝૂરતું હશે ક્યાંક ક્યાંક,
ક્ષણેક્ષણ રંગ બદલતું ભાગ્ય ફરતું હશે ક્યાંક ક્યાંક,

તમને ખબર નથી જરા પણ તમારી વેધક અસરો વિશે,
નામ લઇ તમારું ખૂણામાં કોઈ રડતું હશે ક્યાંક ક્યાંક !!

-સ્વરચિત.

Read More

સવારે કોમળ હથેળી
પર
ગુલાબ મુકીને
કંઇક કહેવું છે.
 
આવું કેમ ચાલે, કહે ?
તારે
ભીંજાયને પણ
કોરું રહેવું છે !
 
સંબંધોની સાંકળ નથી ગમતી
હવે,
મુક્ત મને સાગરની
માફક વહેવું છે !
 
હારમાળાઓ રચાઈ ગઈ
વેદનાની
ચોતરફ સહ્યું છે ઘણું,
હજુયે ઘણું સહેવું છે !
 
તને પરિવર્તનો કદાચ લાગે,
પણ
આ મન હતું જ
જેવું એવું છે !
 
સમયના મલમથીયે ભરાતું નથી,
અંદર
અંદર થયેલું
આ જખ્મ કેવું છે ! 
 
- મનન બુદ્ધદેવ

Read More