પ્રેમી પંખીડા ઉડે, એમાં ભલે નવાઈ ન હોય.
પરંતુ જ્યારે એ પ્રથમ એકબીજાને જુએ,
પછી મળે, ને ઓળખે, પછી પ્રેમમાં પડે,
પરંતુ એકબીજાને જોવાની એ નજરને,
એ મુલાકાતો દરમિયાન થતી વાતોને
બરાબર સાંભળી, સમજીને,
એકબીજાના મનની વાતને,
પારેખવી અને સારી રીતે સમજવી, એતો
એનાથી પણ જરૂરી બની જતી હોય છે,
કારણ કે એના દ્વારા જ બંનેને
સાચો ખ્યાલ આવી શકે કે,
એ તમને કયા આકાશમાં લઈ જશે ?
- Shailesh Joshi -