હૃદયને મળે એવો વિસામો,
જ્યાં કોઈ બંધન વગર હૃદય હળવું કરી શકાય...
દૂર હોય કે પાસે,
છતાં હરહંમેશ જેને ધબકારમાં અનુભવી શકાય...
વગર બોલ્યે જેનું દર્દ સાંભળીને,
મૂક સહમતીથી જેની તકલીફ દૂર કરી શકાય...
"સમાજ કે પરિવાર શું કહેશે?"
એ વિચાર્યા વગર, જેની પડખે ઊભા રહી શકાય...
તકદીરથી મળે છે આવા સંબંધ,
જેના મળ્યા પછી જ સાચા અર્થમાં આ જીવન માણી શકાય!
દોસ્ત! આવા સંબંધ લોહીના નથી હોતા,
છતાં જે લોહીની જેમ નસોમાં વહે, એને જ 'દોસ્ત' કહી શકાય!
— ફાલ્ગુની દોસ્ત
Happy Friendship Day!