મિત્રો
વર્ષા ની અદભૂત ઋતુ માં આ વર્ષે જેમ વાદળા તરસાવે છે તેમ જ, બધા ને પ્રિયતમ પણ તરસાવતા હોય છે , આવી પ્રેમ ની આ મોસમ સાવ કોરી જતી હોય ત્યારે પ્રેમીજન આવું કંઈક કહેતા હોય.
ઋતુ તમારી
આ વરસતો વરસાદ અને હોય વાત તમારી,
તરબતર તનને ભીંજવે યાદ તમારી.
કાળા વાદળ છવાય આસમાન પર,
લાગે ચહેરા પર ઝુલ્ફ વિખેરાઈ તમારી.
ભીની માટીની સુગંધ સૃષ્ટિને મહેકાવે,
શ્વાસની સાથે આવે ચોતરફ મહેક તમારી.
બધી બાજુ કુદરત સોળે કળાએ ખીલી હોય,
પણ રંગત આવે જોઈને મનોરમ્ય છબી તમારી.
અકળાવાની હદ સુધી બેચેની પહોંચે હૃદયમાં,
રાહત મળે જો બે ઘડી મળે સન્મુખતા તમારી.
નભ ધરા બધું સૂનું સૂનું લાગે તમારા વગર,
ઝળહળાટ થાય જો નિશાની મળે તમારી
આ વરસતા વરસાદમાં આસ જાગે હૃદયમાં,
કાશ, થાય આ ચોમાસે એક મુલાકાત તમારી.
વીજળીના ચમકારે પણ દેખાય ચહેરો તમારો,
આ વહેતા ઝરણામાં સંભળાય વાત તમારી.
પવનની લહેરખીસ્પર્શે તો લાગે કે તમે આવ્યા,
રોમેરોમમાં પ્રસરી ગઈ છે આ મોસમ તમારી
કેવી લાગી આ રચના મિત્રો, જણાવશો.
અસ્તુ......