વાત દૂરસુદૂરથી ફોન દ્વારા નજીકની થાય.
આ તો મામલો સ્નેહનો રખે સન્મુખ દેખાય.
ના મળીએ રુબરુ તેથી શું? પાસે પરખાય,
ચપટી વાતે ના સંતોષ ખોબલે ખોબલે થાય.
ખબરઅંતર એકમેકના અનાયાસે એ પૂછાય,
સાદ સાંભળી સ્વજનનો હૈયું કેવું હરખી જાય.
વિષય હોય ઈશ્વરનો કે ચર્ચા જ્ઞાનતણી કરાય,
દૂર રહીને સાંભળતાં ઇમારત અંતરની ડોકાય.
આનંદ- નિજાનંદના સંગે ક્ષણિક બધું ભૂલાય,
આપણાં જાણીને વાતચીતમાં મન તો પરોવાય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.