કૃપા જગન્નાથની વર્ષા બનીને આવે અષાઢી બીજે.
સહુ અવની વાસીઓને એ હરખાવે અષાઢી બીજે.
વ્યાકુળ છે ધરાવાસીઓ વરસવામાં વિલંબ થતાં ને,
વર્ષાસંગ પ્રભુ જગન્નાથ આજે પધારે અષાઢી બીજે.
સૌના તારણ હાર છો પ્રભુ જગન્નાથ દયા કરોને હવે,
મુખે,' જય જગન્નાથ' સૌ કોઈ ઉચ્ચારે અષાઢી બીજે.
રથયાત્રા પ્રભુની પાવન કરતી ભૂમિને હર ડગલે સદા,
માનવ મહેરામણ રથયાત્રામાં ઉમટાવે અષાઢી બીજે.
ભક્તિ ભાવ ઊભરાતો માનવ હૈયે પ્રભુની રથયાત્રામાં,
લાગે સૌને જગન્નાથ જગત જોવા આવે અષાઢી બીજે.
-ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.