Gujarati Quote in Poem by Gyanu Girandala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક હસતું રમતું ફૂલ,
સુંદર પાંખડીઓ સાથે ખીલી રહ્યું હતું.
જોતા જ ગમી જાય એવું,
સહારો આપનાર ડાળી સાથે ઝૂલી રહ્યું હતું

ગુલાબી રંગ હતો, શું હતી એની સુગંધ,
હાસ્ય આપીને મનને પોતાની તરફ ખેંચી રહ્યું હતું
હું એ પણ ન જાણી શક્યો કે,
એને પણ કાંટા જેવું કંઇક ખૂંચી રહ્યું હતું

એવું તો શું હતું મારી આંખોમાં,
કે એ મારી તરફ નમી રહ્યું હતું
નીચે નઈ પડવા દેતા
એ મારા હાથમાં ઝૂમી રહ્યું હતું

દિવસો વીતવા છતાં ક્યારેક,
કરમાયા વગર એ જીવી રહ્યું હતું
એને પણ જરૂર હતી તડકા તથા હૂંફની
જેના માટે તે એક બારી શીવી રહ્યું હતું

બઉ સાચવ્યું, છતાં અંતમાં રિસાતા
એ કરમાઈ રહ્યું હતું
ભૂલ હતી મારી
પાનખર ન હોવા છતાં એ હવામાં લહેરાઈ રહ્યું હતું

Gujarati Poem by Gyanu Girandala : 112030239
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now