સુખની શોધમાંને શોધમાં દુઃખને નોતરી બેઠા અમે.
ને ખૂબ ભટક્યા અને અંતે ધીરજને ધરી બેઠા અમે.
ત્યાં પણ હતા ડૂસકાં એ આલિશાન ઇમારતોમાંને,
ના મળી સુખની લહેરખી, વિચારવા જરી બેઠા અમે.
હતી માન્યતા કે માનભોગ અને મેવા માં સુખ હશે, પણ રે કોરી કલ્પના, વાસ્તવિકતા જોઈ બેઠા અમે.
ટંકેટંકનું કરનારા અને ભિક્ષાવૃત્તિ થકી જે જીવનારા,
થોડામાં સંતૃપ્તિનો ઓડકાર પામતા ઠરી બેઠા અમે.
નથી સુખ પદાર્થો કે પરિસ્થિતિમાં કદીએ મળવાનું,
બદલી માનસિકતાને સુખનું સરનામું લઈ બેઠા અમે.
-ચૈતન્ય જોષી.'દિપક' પોરબંદર.