Gujarati Quote in Poem by Atharva0936 Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા આ શ્વાસમાં હું તો નવું એક સ્તવન કરી લઉં છું,
અધૂરા કાફલા વચ્ચે નવું એક ગમન કરી લઉં છું.

નથી મળતા કદી ઉત્તર, પ્રશ્નોમાં અટવાઈને,
હવે તો મૌન રહીને હું, અનોખું જતન કરી લઉં છું.

કદી પથ્થર બની બેઠા, કદી પાણી બની વહેતા,
હું પાંપણની ભીનાશમાં, તારું પાવન કરી લઉં છું.

બધા રસ્તા અજાણ્યા છે, છતાં ચાલ્યા કરું આગળ,
તમારી યાદની સુગંધે, આખું વન કરી લઉં છું.
'
જ્યોત' શબ્દોની આ માયા, અને આ ભાવની ગંગા,
હવે હું પ્રેમ અર્પીને, સતત જીવન કરી લઉં છું.

Gujarati Poem by Atharva0936 Chavda : 112029725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now