" યાદ તારી "
( ગઝલ )
યાદ તારી રોજ આવીને મને હેરાન કરતી.
એ ગળે વળગી પડીને કામથી બેધ્યાન કરતી.
વેર તારે શું છે મારી સાથે બોલી દે કહું છું;
સાંભળે ના તું જરા પણ આંખ આડા કાન કરતી.
બારણું ખોલી વળાવા જાઉં છું પણ જોઈલે તું;
જાય ના જલ્દી જરા પણ એ ઘરે જલપાન કરતી.
યાદની કોઈ નિશાની એ મને આપી જતીતી;
હાથ જોડી હું ઊભો તો ભિક્ષુ સમજી દાન કરતી.
એકલીને ફાવતું ના વાત કરતી આંખ એની;
આવ જોડે પાસે મારી એ ઈશારો, શાન કરતી.
©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૪