મોબાઇલ માં ગુગલ મેપ ખોલ્યો હોય ને અમુક વાર પળવારમાં પેલું 'બ્લુ ટપકું' બતાવી દે કે આપણે ક્યાં ઊભા છીએ! આ ટેક્નોલોજી કામ કઈ રીતે કરે છે?
GPS (Global Positioning System) એ અમેરિકાની મિલિટરીએ બનાવેલી સિસ્ટમ છે. પૃથ્વીની બહાર અંતરિક્ષમાં આશરે ૩૧ જેટલા સેટેલાઇટ્સ સતત ચક્કર લગાવી રહ્યા છે.
.
આ સેટેલાઇટ્સ પૃથ્વી પર સતત રેડિયો સિગ્નલ ફેંકે છે. તમારા ફોનની અંદર રહેલી નાની GPS ચિપ આ સિગ્નલને પકડે છે. તમે પૃથ્વી પર ગમે ત્યાં ઊભા હોવ, તમારા માથા પર ઓછામાં ઓછા ૪ સેટેલાઇટ્સ નજર રાખતા જ હોય છે. તમારો ફોન એ ગણતરી કરે છે કે કયા સેટેલાઇટનું સિગ્નલ કેટલી વારમાં પહોંચ્યું અને એના આધારે તમારું એક્ઝેટ લોકેશન કાઢી આપે છે.
.
પણ જ્યારે આપણે ઘરની અંદર હોઈએ ત્યારે સેટેલાઇટના સિગ્નલ ડાયરેક્ટ નથી મળતા. એટલે ફોન સ્માર્ટ ગેમ રમે છે, જેને A-GPS (Assisted GPS) કહેવાય. ફોન સૌથી પહેલા નજીકના મોબાઈલ ટાવર અને વાઈફાઈની મદદથી ૨ સેકન્ડમાં તમારો અંદાજિત એરિયા પકડી લે, અને પછી બેકગ્રાઉન્ડમાં સેટેલાઇટ સાથે કનેક્ટ થઈને એક્ઝેટ લોકેશન પકડી પાડે.
.
GPS ને લગતી એક ગેરમાન્યતા છે કે આપણૉ ફોન સેટેલાઇટને સિગ્નલ મોકલે છે. હકીકત એ છે કે એ નાનકડો ફોન એટલો પાવરફુલ નથી કે ૨૦,૦૦૦ કિલોમીટર ઉપર સિગ્નલ મોકલી શકે. સેટેલાઇટ ખાલી સિગ્નલ 'ફેંકે' છે, આપણો ફોન ખાલી એને રેડિયોની જેમ 'સાંભળે' છે.
.
મોબાઇલ લીધો હોય ત્યારે એના ફિચર માં Positioning સેક્શન ની સામે GPS, GLONASS, GALILEO, BDS વગેરે શબ્દો લખેલા હોય આ બધું શું હોય છે?
આ બધી અલગ અલગ દેશોની પોતાની GPS સિસ્ટમ છે!
• GPS: અમેરિકાની (સૌથી જૂની)
• GLONASS: રશિયાની (ઠંડા પ્રદેશોમાં બહુ પાવરફુલ)
• GALILEO: યુરોપની (અમેરિકા કરતા પણ વધુ સચોટ)
• BDS (Beidou): ચીનની
• QZSS: જાપાનની (બહુમાળી ઇમારતો વચ્ચે પાકું લોકેશન આપે)
.
આપણું પોતાનુ GPS કહી શકો એવી સિસ્ટમ એટલે NavIC (IRNSS). કારગિલ યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને GPS ડેટા આપવાની ના પાડી દીધી હતી. એ પછી ભારતે સ્વદેશી ટેકનોલોજીથી પોતાની સિસ્ટમ બનાવી જેનું નામ છે NavIC. આ સિસ્ટમ ભારત અને આસપાસના વિસ્તારમાં અમેરિકાના GPS કરતા પણ વધુ ફાસ્ટ અને સચોટ લોકેશન આપે છે. હજી એ દરેક મોબાઇલ માં નથી આવી અને અત્યારે આપણામાંથી મોટાભાગ ના લોકોના મોબાઇલ માં GPS વાળુ જ ચાલુ છે, પણ ધીમેધિમે એ આપણા મોબાઇલ સુધી પહોચી જશે એ ફાઇનલ છે.
.
આ GLONASS, GALILEO, BDS બધું ફોનમાં હોવાનો ફાયદો એ છે કે જો તમે ઊંચી બિલ્ડીંગો વચ્ચે હોવ અને અમેરિકાના સેટેલાઇટ ના મળે, તો ફોન આપોઆપ રશિયા કે ભારતના સેટેલાઇટ સાથે જોડાઈને તમારું પાકું લોકેશન કાઢી લે છે!
.