Gujarati Quote in Poem by PRADIP G BHAGYODAY

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે "રાષ્ટ્રીય વાંચન દિવસ" નિમિત્તે મારી એક રચના આપ સૌ મિત્રો સમક્ષ રજૂ કરું છું. વાંચીને ગમે તો Like & Share કરશો.

*"વાંચન"*

અંદર વાંચુ બહાર વાંચુ,
દિલથી વાંચુ દિમાગથી વાંચુ.

દિવસનો ઉજાસ વાંચુ,
રાતનો અંધકાર વાંચુ.

વસંતના વધામણા વાંચુ,
વરસાદ શ્રીકાર વાંચુ.

વનની વનરાજી વાંચુ,
રણની તરસ વાંચુ.

સરિતાનું વહેણ વાંચુ,
ઝરણાનો ઉન્માદ વાંચુ.

ફૂલોની મહેક વાંચુ,
પતંગિયાનો પમરાટ વાંચુ.

દરિયો અગાધ વાંચુ,
પહાડને ઊર્ધ્વ વાંચુ.

વિજ્ઞાનનું અચરજ વાંચુ,
અધ્યાત્મનું ઊંડાણ વાંચુ.

સંબંધમાં સ્નેહ વાંચુ,
મિત્રતામાં મૌન વાંચુ.

પુસ્તકોમાં અનંત વાંચુ,
શબ્દ-નિ:શબ્દ કમાલ વાંચુ.

- પ્રદીપ ભાગ્યોદય
રાજકોટ
મો. 94087 51552

Gujarati Poem by PRADIP G BHAGYODAY : 112028111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now