પ્રપંચ
-----
પ્રપંચ કોણ કરે?
જાગે,ઊંઘે,જુએ સ્વપ્ન જે,
છતાં સહુથી અળગો.
રચે,ફેરવે,તોડેફોડે,
કોઈ અદીઠ એક.
સાવ સરળ ને સહજ સુંદર
વાયુ માફક વહેતો.
ભાસ અને આભાસે રહેતો
સદા શાન્ત સંનિષ્ઠ.
વૈતથ્યોનું વિશેષ તથ્ય.
અજાત જાતક,
ચેતક અગ્નિ.
અંદર બહાર,
ઉપર નીચે,
પહેલો છેલ્લો,
સર્વ વિશેષણ વ્યર્થ.
વ્યકતાવ્યકત જે કંઈ કહો,
બધું કલ્પનામાત્ર.
સત્ય સનાતન તત્ ત્વ તે.
હ્રદયસ્થ હ્રદયાકાશે.
-હરીશ દાસાણી.
મુંબઈ.