ભોળાનાથને મનાવું અંતરે ભાવ લાવી.
સદાશિવને મનાવું રોમેરોમ પુલકાવી.
નાથ દયાનિધિ દાની દિલાવર,
હરજી ભક્તો કાજે હાજર.
આશુતોષને રીઝાવું યાદ ઉરમાં પ્રગટાવી...1.
ભક્તોને ભોળાનાથ સુખકારી,
ભક્તિ શિવની સૌથી ન્યારી.
ચંદ્રમૌલિને આવકારું સ્નેહે શબ્દો ઉચ્ચારી...2
શંકર શંભુ મહાદેવ ત્રિપુરારી,
અંતરે વસે આશુતોષ શશીધારી.
મૃત્યુંજયને પોકારુ નયનનીર ઊભરાવી...3.
ટાળો કુમતિ શિવ કરુણા કારી,
ભક્તિ આપો ભોળાનાથ તમારી.
મહાદેવ હર શબ્દો ઉચ્ચારુ શિવ શીશ નમાવી...4.
-ચૈતન્ય જોષી. 'દિપક' પોરબંદર.