Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની જાજમ બિછાવી અમે પગલાં પાડો તમે.
અર્થોની સરગમ પથરાવી અમે પગલાં પાડો તમે.

શબ્દથી આપના અંતર સુધીનો પ્રવાસ મારે કરવો,
વૈવિધ્ય હવે દીધું ગણાવી અમે પગલાં પાડો તમે .

શબ્દો અને અર્થ બીમ્બ પ્રતિબિંબ સમા ગણાતા,
રહ્યા ઈશ્વરને આજે મનાવી અમે પગલાં પાડો તમે.

કરે છે શબ્દો સત્કાર આપનો તેને ચાખી તો જુઓ,
અર્થોને લીધા રખે બોલાવી અમે પગલાં પાડો તમે.

હીર શબ્દનું સત્વ બનીને પ્રકાશતું ચોમેર કેટકેટલું,
સમજણમાં ગયા કેવા ફાવી અમે પગલાં પાડો તમે.

ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112025963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now