મન 🧠 મગજ
મગજ અને મનનો છે આ વાર્તાલાપ,
મન કહે, "હું સાફ છું."
મગજ કહે, "હું તારા જ ભાવોનો તર્ક છું."
મન કહે, "હું લોકોના દિલમાં તને વસાવું છું."
મગજ કહે, "પણ હું તને લોકો વચ્ચે વસતા શીખવું છું."
મન કહે, "હું તારું ભોળપણ છું."
મગજ કહે, "એ જ ભોળપણનો હું રક્ષક છું."
મન કહે, "તું સદાય મારું જ સાંભળે છે."
મગજ કહે, "પણ એને સાચી દિશા તો મારી જ મળે છે."
મન કહે, "હા ભાઈ, તું જીત્યો!"
મગજ કહે, "ના ભાઈ, હું જીતનાર કોણ?
આપણું સહ-અસ્તિત્વ જ માનવતાને જીતાડનાર છે."
.
.
✨ — નિધિ એચ. વાજા ✨