માતૃભાષા દિવસ - ૨૧ ફેબ્રુઆરી
ભાષા તો બધી ન્યારી પણ,
મને લાગે મારી માતૃભાષા પ્યારી...
હૃદયનાં દરેક સ્પંદન ગુજરાતી,
આંખનાં આંસુ ગુજરાતી.
મુખ પરનું હાસ્ય ગુજરાતી,
ફક્ત મારી ભાષા નહીં, પણ
પણ મારા ભાવ છે ગુજરાતી...
વાત ગુજરાતી, જાત ગુજરાતી,
છે બધી રીતભાત ગુજરાતી.
વિશ્વ આખું ઝુકાવશે મસ્તક,
હોય જો લાયકાત ગુજરાતી.
જન્મથી લઈને અંતિમ શ્વાસ
સુધીની સફર છે ગુજરાતી.
મારી દરેક મંઝિલનું પ્રથમ
સોપાન છે ગુજરાતી.
ગૌરવ છે મને હોવાનો ગુજરાતી...
- વાજા નિધિ