મૂંઝવણોનો ઉકરડો સાફ કરી નાખ્યો;
આજે મેં મુજને ખાસ કરી નાખ્યો..
શંકાઓના નિજપહાડને ધ્વસ્ત કરી નાખ્યો;
આજે મેં મુજને ખાસ કરી નાખ્યો..
સ્વમાનનો છેડો જરા વધારે લાંબો કરી નાખ્યો;
આજે મેં મુજને ખાસ કરી નાખ્યો..
નિજમનને નવો દોસ્ત બનાવી નાખ્યો;
આજે મેં મુજને ખાસ કરી નાખ્યો..
- Ayushi Kadia