આપણો સારો સમય,
જીવન જીવવાની મજા,
સમજદારી, અને દુનિયાદારી,
જીવનમાં આ બધુંજ આવશે,
શર્ત માત્ર એટલી જ કે,
આપણે જે પણ કોઈ નોકરી, કે ધંધો કરતા હોઈએ,
ત્યારે આપણા કામકાજના સમય દરમિયાન,
આપણને બીજી કોઈ જરૂરી, કે બિન જરૂરી પ્રવૃતિ માટે સમય ન મળતો હોય, કે પછી મહાપરાણે મળતો હોય, એના સિવાય આપણે ચાલાકીથી, કે અન્ય કોઈ રીતે એવો સમય બિલકુલ ન કાઢતા હોઈએ.
અને વાત નંબર બે કે,
જો હજુ આપણે નોકરી ધંધો કરીએ, એ ઉંમર ન પહોંચ્યા હોઈએ,
તો ત્યાં સુધી.....
આપણે આપણા જીવનના પ્રત્યેક દિવસને એ પ્રમાણે જ જીવવો જોઈએ કે, સાંજ પડે આપણને જો કોઈ એમ પૂછે કે, આજે શું કર્યું ?
તો આપણે એનો,
"સાચો જવાબ આપી શકીએ"