પ્રશ્ન નંબર 1 - કે
સુખી કોને નથી થવું ?
અને પ્રશ્ન નંબર 2 - કે
દુઃખી થવા કોણ માંગે છે ?
પહેલા પ્રશ્ન નો જવાબ છે,
કે સૌ કોઈ સુખી થવા માંગે છે.
અને બીજા પ્રશ્ન નો જવાબ છે,
કે એવું કોઈ નથી જે દુઃખી થવા માંગે છે.
પરંતુ એક એવો પણ રસ્તો છે,
કે આપણે આ બંનેમાંથી કોઈપણ જગ્યાએ પહોંચીએ,
સુખ, સુધી કે દુઃખ સુધી, પરંતુ આપણને એ બંને જગ્યાએ સંતોષનો અનુભવ તો ચોક્કસ થશે,
કેમકે એ રસ્તે ભલે આપણને સુખ મળે, કે દુઃખ મળે, છતાંય
સંતોષ તો થશે થશે ને થશે જ,
કારણ કે, એના જેવું સારું સુખ,
કે એના જેવું દુઃખ બીજું એકે નથી.
એના માટે આપણે કરવાનું માત્ર એટલું જ કે,
સુખ સુધી પહોંચવા માટે આપણે જે પણ કંઈ પ્રયત્નો, અને મહેનત કરીએ, એ પ્રયત્નો અને મહેનત,
કોઈપણ ક્ષેત્રની આપણી વિશેષ આવડત પર હોવા જોઈએ, અને એમાં પણ જો આપણે આપણા મગજનો વિશેષ ઉપયોગ કરીએ તો એ પણ, આપણા જ્ઞાનને, આપણી આવડતને આપણે વધારે સારી, અને અસરકારક કેવી રીતે બનાવી શકીએ ?
એના માટે કરવો, નહીં કે ખોટી રીતે,
કે પછી,
ટૂંકો રસ્તો શોધવા આપણે આપણા મગજનો ઉપયોગ ગેર-વ્યાજબી રીતે કરીને.
પછી તમે જોજો કે એમાં આપણને આપણી સફળતાનું પરિણામ,
પૂરું મળે, કે ઓછું, બાકી અંતરનો આનંદ તો અનેરો જ હશે,
કેમકે આપણે જે કંઈ મેળવ્યું છે,
એ પૂરેપૂરું સાચા રસ્તે, કોઈનું અહિત કર્યા વગર, અને આપણા પોતાના દમ પર પ્રાપ્ત કર્યું હોય છે.
સાથે-સાથે જો આપણામાં ધીરજનો ગુણ હશે, તો તો આમાં સંપૂર્ણ અસફળ રહેવાના ચાન્સ બિલકુલ નહિવત્ રહેલા છે. છતાં પણ
જો આપણે નિષ્ફળ રહીએ, તો એનું દુઃખ ઓછું, અને સાચા પ્રયત્નો અને મહેનત કર્યાનો સંતોષ વધારે હશે.
બાકી આપણી કોઈ વિશેષ આવડત દ્વારા સુખી થવાના રસ્તા સિવાય,
સુખી થવા માટેનો બીજો એક પણ રસ્તો અપનાવ્યો, તો એમાં છેલ્લે દુઃખ સિવાય બીજું કશું આપણા ભાગ્યમાં નહીં બચે, એ નક્કી છે, અને
એ દુઃખ પણ એવું હશે, જે આપણાથી દૂર નહીં થાય, એને તો ભોગવે જ છૂટકો, માટે જીવનમાં હંમેશા, એક સારા કામની આવડત, અને એ આવડત પરથી સુખી થવાનું ધ્યેય ચોક્કસપણે રાખવું રાખવું ને રાખવું જ.
🙏સમજાય એને વંદન અને
ના સમજાય એને વિનંતી🙏