પ્રેમ ( 💯 ) સો ટકા સાચો છે, એની સાચી ખબર ક્યારે, અને કેવી રીતે પડે ? તો એનો સાચો જવાબ જાણવા માટે આપણે
એ પ્રેમને 20 × 5 માં વિભાજીત કરી લેવા, અને પછી.....
લગ્નગ્રંથિથી જોડાયા બાદ, સાચા પ્રેમના 100 ટકા પૂરા ન થાય ત્યાં સુધી, દર દસ વર્ષે વીસ વીસ ટકા ઉમેરતા રહેવું.
આનાથી આપણા પ્રેમમાં કેટલા ટકા સચ્ચાઈ છે ? એકબીજા પ્રત્યે કેટલા ટકા સાચો પ્રેમ, અને સાચી લાગણી છે ? તેમજ બંનેમાં, સહનશીલતા, અને સમર્પણની ભાવના કેટલી છે ? એની પૂર્ણ ટકાવારી મળી જશે, અને એના માટે બંને તરફથી જરૂરી છે, ધીરજ, શાંતિ અને વિશ્વાસની, અને એ પણ પ્રેમ સાથે.
હવે દર દસ વર્ષે 20 ટકા ઉમેરાય છે, એનાથી ઓછા ઉમેરાય છે, કે પછી એનાથી વધારે ?
એનો આધાર તો લગ્નગ્રંથિથી જોડાયેલા જે તે બે વ્યક્તિઓ પર, અને એ પણ...પૂર્ણપણે આધારિત છે.