ફૂલ રાખો કે તમે એપ્રિલફૂલ રાખો,
પણ જાત ને હંમેશા બ્યૂટીફૂલ રાખો.
વાત વાત માં ગુસ્સો કરવો હાનિકારક છે,
માટે મગજ અને મન ને હંમેશા કૂલ રાખો.
પ્રેમ કર્યો છે તો બિલકુલ ગભરાતા નઈ,
ચૂકવવા બીલ સાથે પોકેટમની ફૂલ રાખો...😂
માંદગી તમારા આંગણે ટકોરા નઈ મારે,
કરો કસરત અને મન ને હળવું ફૂલ રાખો...😊
ભલે હોય ના સંપતિ તમારા કાચા ખોરડે;
પણ મન અને તન ને હંમેશા વંડરફૂલ રાખો....😊