Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથમાં લઈને કરતાલ એ હરિ ને જગાડતો.
પદો પોતાનાં પ્રેમથી એ હરિને સંભળાવતો.

શેષશાયીની નિદ્રા તૂટતી જ્યાં એ પોકારતો,
હડી કાઢે હરિ જ્યાં નરસિંહ આભ ગજવતો.

વ્યસન હરિને નરસિંહના ભજનનું પડી ગયેલું,
એને ક્યાં હતા પારકા પોતાના સૌને સમજતો.

હરિ થતા વ્યાકુળ જો નરસિંહ ના સંભળાતો, પ્રભાતના પહોરથી પ્રભુને દિનરાત એ પ્રાર્થતો.

ત્યજીને ક્ષીરસાગર નરસિંહના રુદે હરિ વસતા
હાકલ હરિને કરી પછી પ્રતિચારને એ સુણતો.

-ચૈતન્ય જોષી .'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112020613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now