વતનની ધૂળમાં ભળતા, શહીદોનાય નામ અમર છે,
કરી જે દેશને અર્પણ, એવાં ઉત્તમ કામ અમર છે.
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ ઝૂલ્યા હસતા ફાંસી પર,
ત્રિપુટીએ વસાવ્યો જે, આઝાદીનો મુકામ અમર છે.
લખી જે લોહીથી અશફાક ને બિસ્મિલની કલમોએ,
પીધો શહીદીનો હસતાં હસતાં, એ છલકતો જામ અમર છે.
સુભાષ ને ચંદ્રશેખર આઝાદ લડ્યા'તા શ્વાસના અંતે,
ઝુક્યા ના ગોરાઓ સામે, એ સૌના સંગ્રામ અમર છે.
ભલે ત્રેવીસમી માર્ચે વહ્યા આંસુઓ દેશભરમાં,
હૃદયથી દેશવાસીની, સદાયે આ "સ્વયમ્'ભૂ" સલામ અમર છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"