Gujarati Quote in Motivational by PRASANG

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાતનો ભેદ..!!!

જીવન મૃત્યુના ખેલમાં, રહસ્ય કોઈક છુપાઈ ગયું,
માયા મોહના જાળમાં, માનવ પોતે ભટકાઈ ગયું.

મંદિર મસ્જિદમાં શોધ્યું, અજવાળું અલૌકિક,
હૃદયના અંદરનો પ્રકાશ, માનવને દેખાઈ ગયું.

ધર્મના નામે હાટમાં, ભાવ શ્રદ્ધાના બોલાય છે,
વિશ્વાસ હવે સોદો બની, મૂલ્ય બધું ભુલાઈ ગયું.

ભુવા આશ્રમના શબ્દોમાં, શાંતિના સ્વપ્નો વણાયા,
મન રણમાં તરસ અખંડ, તૃષ્ણા સૌ ધરોબાઈ ગયું.

દેખાવના આ ખેલમાં, ચહેરા અનેક બદલાયા,
સાચી ઓળખ ખોવાઈ, અહંકારમાં વણાઈ ગયું.

જાતનો ભેદ જાણતાં, બંધન બધાં ખૂલ્યા,
‘પ્રસંગ’ જાતમાં દેખાયા, ભ્રમ બધું વિખેરાઈ ગયું.

- પ્રસંગ
પ્રણયરાજ રણવીર

Gujarati Motivational by PRASANG : 112020471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now