જેલનો કેદી
----------------
બાલ્કનીમાં બેઠો બેઠો જોઉં આભમાં ફટાકડા, ને મનમાં આવ્યું પ્રિન્સિપાલને ગાળોના તડાકા!
રજા ના આપી એ ‘હિટલરે’ પૂરી દીધો અંદર, દસમા ધોરણના ભરમાં હું બની ગઈ છું બંદર.
મિત્રો સાથે મસ્તી છે ને મેગીની છે પાર્ટી, પણ સાચું કહું તો પ્રિન્સિપાલની બુદ્ધિ છે નાઠી.
ભેરુ કહે ‘ભૂલી જા’, અહીં જ ધમાલ કરીશું, પણ ઘરના આંગણાના દીવા આપણે ક્યાંથી લાવીશું?
યાદ આવે નીન્જા હથોડીની મસ્તી ને ડોરેમોનનું ગેજેટ, ને ભાઈ સાથે મળીને ફોડેલા રોકેટ.
હવે, સમજાય છે કે સાહેબે આ રાજા કાપી છે મારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ સજા આપી