વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ
દરેક વ્યક્તિનાં જીવનની જરૂરિયાતો, ઈચ્છાઓ, કે સપનાઓ લગભગ એકસરખા જ હોય છે,
જેમકે,
સુખ, શાંતિ, અને સુવિધા, અને આ ત્રણ મેળવવા માટે,
દરેક વ્યક્તિ પોતાનું અડધું, કે પોણું જીવન ખર્ચી નાંખે છે, અને છતાંય એમાંથી ઘણા બધા લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી, કે પછી
જો ત્યાં સુધી તેઓ પહોંચે છે તો પણ એમને પોતાને જે મળ્યું છે એનો પૂર્ણ સંતોષ થાય,
એવું પરિણામ તો પ્રાપ્ત નથી જ થઈ શકતું, અને એમાં...
અમુક લોકો તો સુખ સુવિધા અને શાંતિ માટે એટલા બધા પ્રયત્નો કરે, છતાં...છેલ્લે થાય છે શું ?
થાય છે એવું કે, એમનું જીવન પૂરું થઈ જાય છે, અને સામે એમની ઈચ્છાઓ અને સપનાઓ તો અધૂરા જ રહી જાય છે.
પરંતુ આનો એક બિલકુલ આસાન રસ્તો પણ છે, જે રસ્તા પર ચાલવાથી સુખ સુવિધા અને શાંતિ આપોઆપ સામેથી મળે છે, આમ તો એ કામ સાવ સહેલું છે, બસ ખાલી એને શરૂ કરવું, અને પકડી રાખવું થોડું અઘરું છે.
એ કામ એટલે, પોતાની ચિંતાઓ ઓછી કરવી, અને પોતાનાઓની ફિકર
વધારે.