Gujarati Quote in Whatsapp-Status by Mansi Desai Shastri

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા ૧૭: અનરીડ (Unread)
​ફોનના ઇનબોક્સમાં એ મેસેજ હજુ પણ 'અનરીડ' પડ્યો હતો. એક નાનું લાલ ડોટ એ વાતનો પુરાવો હતું કે કંઈક કહેવાનું બાકી છે, પણ તેને વાંચવાની હિંમત નહોતી.
​ક્યારેક આપણે અમુક મેસેજ જાણી જોઈને વાંચતા નથી, કારણ કે આપણને ખબર હોય છે કે એ મેસેજમાં એવી કોઈ વાત છુપાયેલી હશે જે આપણી શાંતિ છીનવી લેશે. એમાં કદાચ માફી હશે, ગુસ્સો હશે, કે પછી એ પ્રેમ હશે જે હવે સ્વીકારવાની આપણે તાકાત ગુમાવી દીધી છે. 'અનરીડ' એટલે વર્તમાનમાં જીવવાનો એક પ્રયાસ, ભૂતકાળને ખંખોળ્યા વગર.
​દરેકના જીવનમાં એકાદ 'અનરીડ' મેસેજ જરૂર હોય છે, જે ક્યારેય ખુલે નહીં એવું આપણે ઇચ્છીએ છીએ. એ અનરીડ મેસેજ માત્ર શબ્દો નથી, પણ અણઉકેલ્યા સંબંધોની એક આખી ગાથા છે. એને વાંચી લેવાથી કદાચ બધું સ્પષ્ટ થઈ જાય, પણ એ સ્પષ્ટતા સાથે આવતી પીડાનો સામનો કરવાની તૈયારી નથી હોતી.
​સાંજે જ્યારે તેણે ફોનમાંથી એ મેસેજ ડિલીટ કર્યો ત્યારે પણ તેને વાંચ્યો નહોતો.
​તેને સમજાયું કે ક્યારેક અમુક વાતો ન વાંચવામાં, ન સાંભળવામાં અને ન જાણવામાં જ સાચી શાંતિ હોય છે. બધું જ જાણવું જરૂરી નથી, કેટલીક વાતો 'અનરીડ' રહે તો જ જિંદગી 'રીડ' કરી શકાય છે.

Gujarati Whatsapp-Status by Mansi Desai Shastri : 112018434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now