Quotes by Khyati Thanki નિશબ્દા in Bitesapp read free

Khyati Thanki નિશબ્દા

Khyati Thanki નિશબ્દા Matrubharti Verified

@khyatithanki193912
(634)

Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 21" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19919394/premni-kshitij-21

મૈત્રી અને પ્રેમ જિંદગીને જોડતો સેતુબંધ. મૈત્રીથી શરૂ થતો પ્રેમ કે પ્રેમથી બંધાતી મૈત્રી નવા જીવનના ઉમંગને વાચા આપે છે અને જીવવાનું કારણ પણ. મૈત્રી અને પ્રેમ જ ખરા અર્થમાં અણીશુદ્ધ સંબંધો છે કેમકે તે ફરજિયાત સંબંધોની સીમાની બહાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે.

પ્રેમની ક્ષિતિજ 21
ખ્યાતિ થાનકી ' નિશબ્દા '


HAPPY SUNDAY 🌹

Read More

પ્રેમ વિચારોનો

રાધે જ રાધે   
સર્વ પીડા મુક્ત   
પ્રેમભક્તિ

રાધા વિના કૃષ્ણ કે પછી કૃષ્ણ વિનાની રાધા કલ્પના શક્ય છે ? કદાચ નહી...... રાધા અને કૃષ્ણના વ્યક્તિત્વ વિશે વિચારીએ તો બંને અલગ અલગ રીતે પૂર્ણ વ્યક્તિત્વ હતા, પરંતુ એકબીજા ના સંદર્ભમાં વિચારીએ તો એકબીજા વિના અધૂરા.,.. અપૂર્ણ...... અપૂર્ણતા ને અધૂરપ સાથે નો વિરહ જ જો બંનેને પૂર્ણતા બક્ષે તો પછી પુછવું જ શું?

દરેક યુગમાં નવા પ્રેમની પરિભાષા આપતા રાધાકૃષ્ણના 'વિરહી પ્રેમ '  આલેખતી રાધાઅવતાર વિશે ભાવ વિચાર
ખ્યાતિ થાનકી


Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "રાધાવતાર..... ભાવ વિચાર 1 અને. 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19907965/radhavtaar

Read More

પ્રતીક્ષાથી હ્રદયમાં ઉઠતું સ્પંદન  પ્રિયજનના સુખની પ્રાર્થનામાં વિસ્તરે છે......

-Khyati Thanki નિશબ્દા

Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 14" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917383/premni-kshitij-14

પ્રેમ વિશ્વાસ અને વફાદારી એક બંધને બંધાયેલા સ્નેહ તંતુઓ. એકબીજા વિના અસ્તિત્વ અધુરું.પ્રેમ ક્યારે વિશ્વાસ અને વિશ્વાસ ક્યારે વફાદારી માં પરિવર્તિત થઇ જાય તે હજુ  માનવી માટે આશ્ચર્યનો વિષય છે.આ જ પ્રેમ આગળ જતા વિશ્વાસ અને વફાદારીનું  કારણ બની માનવીને નવી રચનાત્મકતા તરફ લઈ જાય છે.

પ્રેમની ક્ષિતિજ 14
ખ્યાતિ થાનકી

Read More

રોમાંચકતા હૃદયને પ્રેરણા આપતું એક સુંદર તરંગી પણું, અને એકવાર આ રોમાંચ વિચારોમાં એક રસ થઇ જાય પછી હૃદયને  યુવાની બક્ષવામાં ઉમર કે પરિસ્થિતિ અસર ન કરી શકે..... જીવનના અંત સુધી પોતાને ખુશ રાખવાનો રોમાંચ તો છે જેના માટે દરેક વ્યક્તિ જાણી-અજાણ્યે  દરરોજ આવતા નવા જીવનને આવકારે છે.

પ્રેમની ક્ષિતિજ....🌹


Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 13" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19917081/premni-kshitij-13

Read More

સ્વ+તંત્ર એટલે પોતાનું તંત્ર અને સ્વતંત્રતા એટલે તન અને મન પર ફક્ત અને ફક્ત  પોતાનું જ એક ચક્રી શાસન.......
ભલે તે સ્વતંત્રતા પંખીની હોય....
તોફાન કરવાની બાળકની બાળ સહજ ઇચ્છા હોય..... માનસિક સ્વતંત્રતા કે....... પછી જીવનના સંધ્યાકાળમાં પોતાના જ ભૂતકાળના સુખી જીવનના સંસ્મરણોમાં થી અમુક ટુકડાઓને ફરીથી પોતાની મેળે જીવી લેવાની અદમ્ય અભીપ્સા.....





સ્વતંત્રતા એટલે આઝાદી.....

સ્વતંત્રતા એટલે ગાંધીજી ના જીવન નો સમાનાર્થી શબ્દ.....

સ્વતંત્રતા એટલે ઉડવાની મહેચ્છા.....

સ્વતંત્રતા એટલે વિચાર વાણી અને વર્તન માટે ખુલ્લું આકાશ......

સ્વતંત્રતા એટલે પ્રકૃતિના તત્વો.....

સ્વતંત્રતા એટલે ક્ષિતિજ......

સ્વતંત્રતા એટલે મૃગજળ......

સ્વતંત્રતા એટલે મનગમતી શુદ્ધ હવા......

સ્વતંત્રતા એટલે વૈચારિક ક્રાંતિ.....

ખ્યાતિ થાનકી

HAPPY INDIPENDENCE DAY 🌹

Read More

તરસતું મારું હૃદય.....
                           જન્મોથી જાણે....
                    ને તૃપ્ત થયા ચક્ષુ.....
                           ક્ષણોના સ્પંદનથી જાણે...

પ્રેમની ક્ષિતિજ...11
ખ્યાતિ થાનકી ' નિશબ્દા '

Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 11" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916348/premni-kshitij-11

Read More

પ્રકૃતિની વધુ એક નવી અજાયબી એટલે ભાવોની સમાનતા. એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિ વિશે જેવો ભાવ અનુભવે તેવો જ ઘણીવાર સામેવાળી વ્યક્તિ પણ અનુભવે. પણ આ સ્થિતિ માટે બંને ના હૃદય નો અનુબંધ પહેલી શરત છે.

💕સુગંધમાં અટવાયું મન ...
            મહેકતી વાતોમાં ને અનિમેષ આંખોમાં
                કેમ કરી અટકાવી દઉં હૃદયને
                       મૃગજળી તરંગોમાં તણાતા...💕




Khyati Thanki નિશબ્દા લિખિત વાર્તા "પ્રેમની ક્ષિતિજ - 10" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916075/premni-kshitij-10

Read More