મન મારું શિવચરણ અનુરાગી.
મન મારું શિવદરશન રહ્યું માગી.
અંતરે વસે આશુતોષ અવિનાશી,
જેના દરશને થયું મીન પિયાસી.
મન મારું શિવશરણે બડભાગી.
મહાદેવ હર ઉચ્ચારે જે રીઝતું,
શિવ સિવાય કશું ના ગમતું.
મન મારું શિવભજને જાય ભાગી.
ઝંખના જેને ઝેર જીરવનારની,
વસી કૈલાસ ભલું કરનારની.
મન મારું જગજંજાળથી જાગી.
શિવસમા એને કોઈ ન દીસે,
હૈયે હરજી હરપળ વસે.
મન મારું શરણાગત ભલે દાગી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.