વિચાર્યું હશે કે પડ્યા-પડ્યા કાટ લાગી જશે,
અને મૂલ્ય ભંગારનું બની જશે;
પણ આતો વરખ જ કાટ નો હતો ,
એમને ક્યાં ખબર હતી કે ઘસાઈ ને આતો સોનું થઈ જશે.
વિચાર્યું હશે કે શબ્દોની ક્યાં સ્ટોરેજ હોય છે,
એ વાત વાત માં ભૂલી જશે;
એમને ક્યાં ખબર છે કે શબ્દોના વાક્યો બની ,
આખી પુસ્તકાલય ભરાઈ જશે.
©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'