રચના: શીતળની લહેરખી
આવી છે કેવી આ મજાની ઠંડી,
લાવી છે શમણાંની આખી મંડી.
કંપે છે કાયા ને કંપે છે હાથ,
ભીની આ મોસમનો કેવો છે સાથ?
ચાદર ઓઢીને સૌ સૂતા છે ઘેનમાં,
પંખીઓ કલરવ કરે છે હવે ચેનમાં.
ગરમાગરમ ચાની ચુસ્કીમાં રાહત,
સૂરજની કિરણોની જાગી છે ચાહત.
ધૂમ્મસની ઓઢી છે ધરતીએ ચુંદડી,
પવન પણ ફરે જાણે ગોળ ગોળ ફુંદડી.
સ્વેટર ને મફલરનો રૂડો આ વેશ,
ખુશનુમા લાગે છે કુદરતનો દેશ.
વહેલી સવારે આ ઝાકળના મોતી,
દુનિયા આ આખી હવે"સ્વયમ્'ભૂ"હૂંફને ગોતી.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"