સમય તું શું મારૂં પારખું કરે? મે તો કદી તારી પરીક્ષા નથી કરી,
તું બદલાયો પણ હું એનો એજ
અડીખમ ઉભો
આવ્યા અઢળક વંટોળ વાદળ વાવાઝોડા બાઢ
પણ હું અડીખમ ઉભો
તે બધું છીનવી ને પણ જોયું.. છતા જો હું ફરી બેઠો થઈ અડીખમ ઉભો..
સમય તું શું મારૂં પારખું કરે? મે તો કદી તારી પરીક્ષા નથી કરી,
- Hemant pandya