શબ્દો ઉચ્ચારે આવો સદાશિવ.
ઉરના આવકારે આવો સદાશિવ.
હૈયું બન્યું નવનીત સરીખું,
સઘળે ભોલેનાથને દેખું.
નયન પલકારે આવો સદાશિવ...૧
દર્શનની અભિલાષા નિરંતર.
કૃપા કરો હે પ્રભુ શિવશંકર.
લોચન અશ્રુ સારે આવો સદાશિવ..૨
દોષો અમારા ભોળાનાથ ભૂલો,
કરું છું આજ એકરાર ખુલ્લો.
અંતર આરાધે આવો સદાશિવ...૩
શરણાગતને સ્વીકારોને શંકર,
અંતરથી ના રાખો હવે અંતર.
ભક્ત સહારે આવો સદાશિવ...૪
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.