વરસોના વરસો લગી આવ્યા કરે જન્મદિન તમારો.
સહુ આપ્તજનો તો મનાવ્યા કરે જન્મદિન
તમારો.
પામો શત શરદની આવરદા કુશળક્ષેમ સદા
રહીને,
ગીફ્ટ સાથે આશિષ વરસ્યા કરે જન્મદિન
તમારો.
રહે ચહેરા પર ખુશી સદાકાળ બિરાજી હરખાતી,
મુસ્કાનને હાસ્યમાં ફેરવ્યા કરે જન્મદિન તમારો.
મળે સફળતા હરડગલેને મનના મનોરથ ફળનારા,
મધુ જબાને સ્નેહ છલક્યા કરે જન્મદિન તમારો.
ઉતરે આશિષ ઈશ્વરના મન ચાહ્યું પામો હરવખતે,
હેત હૈયેથી બસ ઊભરાયા કરે જન્મદિન તમારો.
-ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.