Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતના બોઝ સમાન કાશ્મીર

વાસ્તવિક તુલના માટે કેંદ્રીય નાણાંસહાયનો કુલ
આંકડો ગણતરીમાં લેવાને બદલે માથાદીઠ સરેરાશ ફિગર
તપાસવો જોઇએ, કેમ કે બધાં રાજ્યોની વસ્તી એકસરખી નથી.
આ દૃષ્ટિએ કાશ્મીરનો નંબર પહેલો છે. વ્યક્તિદીઠ તેને
૧૧,૦૦૦ની લ્હાણી કરાય છે, જ્યારે બિહાર-ઓરિસ્સા જેવાં રાજ્યોના ભાગે ૯૦૦ થી ૧,૩૦૦ જેટલી રકમ આવે છે.
૧૯૯૦માં કાશ્મીરનાં અલગતાવાદી તત્ત્વોએ આતંકવાદ શરૂ
કર્યો ત્યારે એ રાજ્યના ૪૧% લોકો ગરીબીની રેખા નીચે
જીવતા, પણ આજે તે આંકડો ઘટીને ૨૧% થયો છે. ટકાવારીમાં અડધોઅડધ કાપ આવ્યો છે. ઉપરાંત કાશ્મીરના ૯૮% પ્રજાજનોને પોતાની માલિકીનું ઘર છે, જ્યારે રાષ્ટ્રીય એવરેજ ૬૬% કરતાં વધારે નથી. બીજી તરફ કાશ્મીરીઓ આવકવેરાના ખાતે કેંદ્ર સ૨કા૨ની તિજોરીમાં ભાગ્યે જ કશું યોગદાન આપે છે, કારણ કે પર્યટનને બાદ કરો તો કાશ્મીરમાં બીજા ખાસ વેપાર-ધંધા નથી. પ્રજા આળસુ છે અને કેંદ્ર દ્વારા મળતી નાણાંકીય સખાવતો પર નભવાનું તેને કોઠે પડી ગયું છે. કેંદ્ર સરકાર હકીકતે એવા લોકોને કરોડો રૂપિયાના કોળિયા ભરાવી રહી છે કે જેઓ કાશ્મીરને ભારતનો હિસ્સો ગણતા નથી.
એક ગુજરાતી પર્યટક જૂથે થોડા વખત પહેલાં દાલ
સરોવરની હાઉસબોટમાં ઉતારો મેળવ્યો ત્યારે હાઉસબોટના
માલિકે આવક ગુમાવવાની દરકા૨ કર્યા વગર સંભળાવી દીધું
કે, ‘તમે અત્યારે ભારતમાં છો એવું માનતા નહિ. આ ભારત
નથી.’ સૌથી ખરાબ હાલત તો કાશ્મીરી પંડિતોની છે. ધર્મઝનૂની તથા અલગતાવાદી તત્ત્વોએ ૩૫ વર્ષ પહેલાં રાજ્યનાં તમામ લાઉડ-સ્પીકર્સ દ્વારા ઓચિંતી જાહેરાત કરી કે, ‘ભટ્ટાં કાશ્મીર છોડો !' (ભટ્ટાં એટલે કાશ્મીરી પંડિતો). જાહેરાત પછી ખૂનામરકીનો દોર શરૂ થયો, એટલે લગભગ ૫,૦૦,૦૦૦ હિંદુધર્મી પંડિતો મોતની બીકે પોતાનાં ઘરબાર, દુકાનો, વર્કશોપ, જમીનો વગેરે પડતાં મૂકી કાશ્મીર છોડી ગયા. રાજ્યની બહાર તંબૂ જેવી છાવણીઓમાં તેમણે આશરો લીધો. જોવાની વાત એ છે કે કેંદ્ર સરકારે આવા હિંદુઓને
નિરાશ્રિત નહિ, પણ સ્થાનાંતરિત જાહેર કર્યા. સ્થાનાંતરિતનો અર્થ એ થાય કે NRIની જેમ તેઓ બીજે કામધંધો મેળવવા સ્વેચ્છાએ રાજ્ય છોડી ગયા છે અને જતે દહાડે પાછા ફરવાના છે. હકીકતે પંડિતોનો એકેય પરિવાર છેલ્લાં ૩૫ વર્ષમાં પાછો ફર્યો નથી. કાશ્મીર પોતાના માટે અસુરક્ષિત હોવાનું પંડિતો સારી રીતે જાણે છે.
https://www.facebook.com/share/p/1T2kjh7Cqt/

Gujarati Blog by Gautam Patel : 112008257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now