અછાંદસ કાવ્ય:શીર્ષક: "માત્ર નામ નહીં, એક અહેસાસ"
એક જ અસ્તિત્વ,
અને કેટકેટલા સંબોધન!
યશોદાના આંગણે એ લાલો છે,
તો ગોપીઓના મનમાં રાસ રમતો કાનુડો.
ક્યારેક એ માખણની મટકી ફોડતો માખણચોર,
તો ક્યારેક ગાયોની ધૂળમાં રગદોળાતો ગોવાળિયો.
જુઓ તો ખરા,
એના વ્યક્તિત્વના રંગો!
વાંસળીના સૂર છેડે ત્યારે મુરલીધર,
ટચલી આંગળીએ પર્વત તોળે ત્યારે ગિરધારી,
અને રણ મેદાન છોડીને ભાગે...
ત્યારે એ રાજા રણછોડ.
અને એતો સૌરાષ્ટ્રનો કારીયા ઠાકર છે,
તો વળી પ્રેમમાં રંગાયેલો શ્યામ પણ.
કોઈ એને ગોપાલ કહીને બોલાવે,
તો કોઈ લાડથી કહે કનૈયો.
પણ અંતે તો,
એ સોનાની નગરીનો દ્વારકાધીશ,
અને આ જગતને જ્ઞાન આપનારો જગદગુરુ,
અને એ પળેપળે રૂપ બદલતો,
મારો વ્હાલો "સ્વયમ’ભુ"લીલાધારી શ્રી કૃષ્ણ.
અશ્વિન રાઠોડ"સ્વયમ’ભુ"